દાહોદ જિલ્લાના દાદુર નામના નાનકડા ગામમાં રહેતો એક આદીવાસી પરિવાર રોજી રોટીની શોધમાં વતન છોડીને સૌરાષ્ટ્રમાં આવ્યો. પરિવારના મોભી હિંમતસિંહ બામણિયા એમના ધર્મપત્નિ અને ત્રણ સંતાનો સાથે ગોંડલ તાલુકાના કમરકોટડા ગામમાં સ્થાયી થયા. શરુઆતમાં બીજાની જમીન વાવવા માટે રાખતા પરંતું આકાશી ખેતીના લીધે પરીવારનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડતી હતી આથી કમરકોટડાની ગૌશાળામાં મહિને 6000ના પગારથી નોકરી શરુ કરી જેથી દર મહિને થોડી પણ નિશ્વિત આવક મળી રહે. હિંમતસિંહનો દિકરો ગુલાબ ભણવામાં હોશીયાર હતો. આર્થિક સંકડામણ ખૂબ હોવા છતા હિંમતસિંહે દિકરા ગુલાબને સરકારી શાળામાં ભણાવ્યો. કમરકોટડાની બાજુમાં આવેલા શિવરાજગઢ ગામની સરકારી હાઇસ્કૂલમાંથી અભ્યાસ કરીને આ છોકરાએ 10માં ધોરણની બોર્ડની પરીક્ષા આપી. શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનથી આદીવાસી પરીવારનો આ દિકરો બોર્ડમાં 99.53 PR સાથે પાસ થયો. પરીણામ અદભૂત હતું પણ હવે આગળ શું કરવું એની કોઇ દીશા નહોતી. છોકરાની ઇચ્છા હતી કે ડીપ્લોમાં કરીને કોઇ નોકરી કરીશ અને પપ્પાને મદદ કરીશ અને એના પિતાજીની ઇચ્છા હતી કે આઇટીઆઇનો કોઇ કોર્સ કરે. ગુલાબ દસમા ધોરણના વેકેશન...