Skip to main content

કર્મનો સિદ્ધાંત - Shailesh Sagpariya

Date : 29-08-2017

હું જ્યારે કોલેજમાં હતો ત્યારે અમારા એક પ્રોફેસરે લેક્ચરમાં હીરાલાલ ઠક્કર દ્વારા લખાયેલા "કર્મનો સિદ્ધાંત" પુસ્તકની વાત કરી હતી. મને આ પુસ્તક વાંચવાની ઈચ્છા થઇ. કોલેજ પૂરી કરીને સીધો જ બુક સ્ટોર પર ગયો અને પુસ્તક ખરીદ્યું. લીલા પૂંઠાવાળું અને કોઈપણ જાતની સજાવટ વગરનું દેખાવમાં સાવ સામાન્ય પુસ્તક હતું પણ પુસ્તકમાં અસામાન્ય વાતો હતી.
વિશ્વના લગભગ તમામ ધર્મોમાં કર્મના સિદ્ધાંતની વાતો કરવામાં આવી છે. તમે જેવા કામ કરો એવું ફળ વહેલું કે મોડું મળ્યા વગર રહે જ નહિ એવું મોટાભાગના ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. કેટલાક અતિ વિદ્વાન અને પંડિત લોકોને આ વાતો વાહિયાત લાગે. આ વિદ્વાનો એવું માનતા હોય છે કે લોકો ભય કે ડરના કારણે કદાચ ખોટા કામ કરતા અટકે એટલે આવી હંબક વાતો લખી હોય છે.
હીરાલાલ ઠક્કરના આ નાના એવા પુસ્તકમાં અદભૂત દાખલ અને દલીલો સાથે આ વાતો હંબક નહિ પણ હકીકત છે એ સમજાવ્યું છે. એમણે આપેલું એક ઉદાહરણ મને ખુબ સ્પર્શી ગયું હતું. અનાજની કોઠીમાં જો અનાજ ભરેલું હોય તો કોઠીની નીચેના કાણામાંથી અનાજ જ બહાર નીકળે. કોઠી અડધી અનાજની ભરેલી હોય અને તમે ઉપરથી કચરો નાખવાનું ચાલુ કરો એટલે નીચેના કાણામાંથી કચરો નીકળવાનું ચાલુ ના થાય કારણકે હજુ અનાજ ભરેલું છે. જ્યાં સુધી બધું અનાજ ખાલી ના થાય ત્યાં સુધી કચરો બહાર ના આવે એનો મતલબ એ ના થાય કે કચરો ક્યારેય બહાર જ નહિ આવે. એનો સમય થાશે એટલે બહાર આવ્યા વગર રહેશે જ નહિ.
સીબીઆઇની સ્પેશિયલ કોર્ટ દ્વારા ગઈકાલે ગુરમિત રામ રહિમને 20 વર્ષની જેલની સજા કરવામાં આવી એ કર્મના સિદ્ધાંતની પુષ્ટિ કરે છે. ગુરમીત રામ રહિમ દ્વારા જે સમાજ ઉપયોગી સારા કાર્યો થયા હોય એનું એને સારું ફળ મળે જ કોઠીમાં અનાજ ભર્યું હોય તો અનાજ બહાર નીકળે જ પણ જો કોઠીમાં કચરો નાખ્યો હોય તો એ અનાજમાં વચ્ચે દબાઈ ના જાય એ પણ બહાર નીકળે જ.
કર્મનો સિદ્ધાંત એવું કહે છે માણસે પોતાના સારા અને ખરાબ બંને કર્મોનું ફળ ભોગવવાનું હોય છે. 10 સારા કર્મો હોય અને 2 ખરાબ કર્મો હોય તો સારા કર્મોમાંથી ખરાબ કર્મો બાદ થઇ જાય અને બાકી રહેતા સારા કર્મોનું ફળ ભોગવવા મળે એમ ના હોય. 10 સારા કર્મોનું ફળ પણ ભોગવવાનું થાય અને 2 ખરાબ કર્મોનું ફળ પણ ભોગવવાનું થાય. બાબાના વકીલ દ્વારા બાબાએ કરેલા લોક કલ્યાણના કામો આગળ ધરીને બાબાને હળવી સજા કરવા વિનંતી કરી. કાયદા પ્રમાણે કોર્ટે આવી કોઈ દલીલને ગ્રાહ્ય રાખી નહિ. કર્મના સિદ્ધાંત પ્રમાણે સારા કામને આગળ ધરીને ખરાબ કર્મના ફળમાંથી છટકી શકાય નહિ.
ખરાબ કામના ફળમાંથી છટકવા માટે દાન ધર્માદો કે અન્ય આશરો લેનારા યાદ રાખે કે સારા કામના બદલામાં ખરાબ કામના ફળમાંથી બચી શકવાના નથી જ. હા એ ખરું કે જે સારું કામ કર્યું હશે એનું ફળ ભોગવવા પણ મળશે.
બની બેઠેલા ખોટા બાબાઓ અને બાવાઓની માયાજાળમાંથી પ્રભુ સૌને બચાવે એવી પ્રાર્થના અને કોર્ટને આવો ન્યાય કરવા બદલ વંદન.

Source : Shailesh Sagpariya

Comments

Popular posts from this blog

રવિન્દર કૌશિક આપની બહાદૂરી, હિંમત, દેશભક્તિ અને સમર્પણને સો સો સલામ.

Date : 25 Aug,2017 રાજસ્થાનના શ્રીગંગાનગરમાં જન્મેલા રવિન્દર કૌશિક રંગમંચના અદભૂત કલાકાર હતા. નાટકમાં એમને અપાયેલા પાત્રને એ રંગમંચ પર જીવંત કરતા. એકવખત લખનૌમાં રાષ્ટ્રિય કક્ષાના નાટયોત્સવનું આયોજન થયું હતું. રવિન્દર પણ પોતાની કલા બતાવવા આ ઉત્સવમાં આવેલા. RAW - Reserch and Analysis Wing (ભારત સરકારની ગુપ્તચર સંસ્થા)ના અધિકારીઓ આવેલા એમને રવિન્દરનો અભિનય ખૂબ ગમ્યો. RAW ના અધિકારીઓએ રવિન્દરનો સંપર્ક કરીને જોબ ઓફર કરી જેમાં રવિન્દરને અન્ડર કવર એજન્ટ તરીકે પાકિસ્તાનમાં રહીને ત્યાંની માહિતી ભારતને પહ ોંચાડવાની હતી. આ કોઈ મોજમજા વાળી નહિ પણ દેશ માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવાની નોકરી હતી. રવિન્દરે દેશસેવાની આ તક ઝડપી લીધી. RAW દ્વારા રવિન્દરને 2 વર્ષ સુધી ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી. દિલ્હીમાં રહીને એ ઉર્દુ શીખ્યા અને મુસ્લિમ ધર્મનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો કારણકે પાકિસ્તાનમાં રહેવાનું હતું. 1975માં માત્ર 23 વર્ષની ઉંમરે 'નબી અહેમદ શાકીર' નામ ધારણ કરીને પાકિસ્તાનમાં આવી ગયા. કરાંચી યુનિવર્સીટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કરીને પાકિસ્તાન આર્મીમાં ...

ફૌઝાસિંહ ની જીવન કથા

પંજાબના જાલંધરમાં જન્મેલા ફૌઝાસિંહના પગ જન્મથી જ નબળા અને સાવ પાતળા હતા. 5 વર્ષની ઉંમર સુધી તો એ ચાલી જ નહોતા શક્યા. માતા-પિતાને ચિંતા હતી કે આ છોકરો કાયમ માટે અપંગ રહી જશે. ફૌઝાસિંહ જ્યારથી સમજતા થયા ત્યારથી એણે એક સંકલ્પ કરેલો કે મારે મારા પગ ઉપર માત્ર ઉભા જ નથી થવુ, દોડવું પણ છે. મજબુત મનોબળના સહારે ફૌઝાસિંહ ધીમે ધીમે ચાલતા થયા. થોડું ચાલે તો પણ થાક લાગે. બીજા લોકો એમને વધુ ન ચાલવાની સલાહ આપે  પણ ફૌઝાસિંહને એક જ લગન હતી કે મારે માત્ર ચાલવુ નથી દોડવું છે. ધીમે ધીમે એણે દોડવાનું પણ ચાલુ કર્યુ. લગભગ 36 વર્ષની ઉંમર સુધી એ પોતાના શોખ માટે થોડું દોડતા પણ પછી બધુ મુકી દીધુ. 1992માં ફૌઝા સિંહના પત્નિનું અવસાન થયુ. ત્યારે એમની ઉમર 81 વર્ષની હતી. પત્નિની વિદાયનું દુ:ખ હળવું હરવા મનને બીજી કોઇ દીશામાં વાળવાના હેતુથી એણે પાછું દોડવાનું ચાલુ કર્યુ. લોકોએ કદાચ એના આ વિચારને પાગલપન સમજ્યુ હશે પણ બીજા કોઇની વાત સાંભળવાને બદલે ફૌઝાસિંહે અંતરનો અવાજ સાંભળ્યો અને 81 વર્ષે ફરીથી દોડવાનું શરુ કર્યુ. લગભગ 12 વર્ષ આ રીતે નિયમિત દોડવાની પ્રેકટીસ કર્યા પછી 93 વર્ષની ઉંમરે એણે મેરેથોનમાં ભાગ લેવાન...

બધા માતા-પિતાને બીજાના દીકરા-દીકરી જ ગમે છે, પોતાના કોઈને ગમતા નથી

રાજકોટમાં એક ભાઈના ઘરે બેસીને અમે 4-5 જણા આજના માં-બાપની જવાબદારીઓ વિષે વાતો કરતા હતા. જેના ઘરે બેસીને વાતો કરતા હતા એમનો 13 વર્ષનો દીકરો દૂર બેઠો બેઠો વાતો સાંભળી રહ્યો હતો. થોડીવાર પછી એ ઉભો થઈને અમારી પાસે આવ્યો. મને કહે "સર, તમે બધા ક્યારના માતા-પિતાની જવાબદારીઓ વિષે વાતો કરો છો એ હું સાંભળતો હતો. સર, માતા-પિતા એક સરખા નથી હોતા, ઘરે ઘરે જુદા જુદા સ્વભાવના માતા-પિતા હોય છે. પણ એક બાબત એવી છે જેમાં બધા જ માતા-પિતા વચ્ચે સરખાપણું જોવા મળે છે." મને થયું આવો નાનો છોકરો વળી મા તા-પિતામાં શું સરખાપણું જોઈ ગયો ? મેં પૂછ્યું,"બોલને બેટા, એવી કઈ બાબત છે જેમાં તને બધા માં-બાપ સરખા લાગે છે ?" 13 વર્ષના એ છોકરાએ કહ્યું,"સાહેબ, બધા માતા-પિતાને બીજાના દીકરા-દીકરી જ ગમે છે, પોતાના કોઈને ગમતા નથી" નાના બાળકે આ એક જ વાક્યમાં માતા-પિતા દ્વારા બાળઉછેરમાં થતી બહુ મોટી ભૂલ સમજાવી દીધી. આપણને મોટાભાગના માં-બાપને બીજાના સંતાનો જ ગમે છે. 'મારો દીકરો પેલા જેવો હોત તો કેવું સારું હતું !', 'મારી દીકરી પેલી છોકરી જેવી હોત તો મારો વટ પડી જાત!' આપણને જ્યાર...