Skip to main content

ડો.અભય બંગ અને ડો.રાની બંગ એ બીજાઓને પોતાનું આખું જીવન આપી દીધું.

નાગપુરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાની અને અભય નામના બે સહઅભ્યાસીઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. ભણવામાં બંને ખૂબ હોશિયાર. અભયને ત્રણ અને રાનીને એક ગોલ્ડમેડલ મળ્યો હતો જે તેઓની તેજસ્વિતાનો વિશેષ પરિચય કરાવે છે. આગળનો અભ્યાસ કરવા માટે બંને અમેરિકા ગયા અને અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સીટીમાંથી માસ્ટર ડિગ્રી લીધી.

અમેરિકામાં અભ્યાસ કર્યા પછી પતિ-પત્ની બંનેએ ભારતમાં જ એમની પ્રેક્ટિસ શરુ કરી. એકવાર ડો. રાની પાસે એક સ્ત્રી એની બીમાર બાળકીને લઈને આવી. નવજાત બાળકીને તપાસીને ડો. રાનીએ એને બાળકોની હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી. પેલી સ્ત્રી એની દીકરીને લઇને જતી રહી. બે દિવસ બાદ એ સ્ત્રી ફરીથી બાળકીને લઈને ડો. રાની પાસે આવી. ન્યુમોનિયાને કારણે બાળકીને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી. બાળકીનું ત્યાં જ અવસાન થયું. ડો. રાની પેલી સ્ત્રી પર રીતસરના તાડૂક્યા "તારામાં કંઈ અક્કલ જેવું છે કે નહિ ? બે દિવસ પહેલા જ મેં તને કહ્યું હતું કે આ છોકરીને હોસ્પિટલમાં દાખલ કર. તારી બેદરકારીને કારણે તારી દીકરીએ જીવ ગુમાવ્યો."



પેલી સ્ત્રીએ રડતા રડતા કહ્યું , "ડોકટર સાહેબ હું આને હોસ્પિટલ કેવી રીત લઇ જાવ ? એ માટે પૈસા તો જોઈએ ને ? મારે ચાર સંતાનો છે અને મારા પતિનું તાજેતરમાં જ અવસાન થયું છે. સંતાનોનું પેટ ભરવા માટે મારે રોજ કમાવા જવું પડે. હવે જો હું આને હોસ્પિટલમાં રાખું તો કમાવા ના જઈ શકું અને મારા બાકીના સંતાનો ભૂખ્યા મરી જાય. બહેન આ એકને બચાવવા હું બીજા ત્રણને કેમ મારી શકું ? અને બચાવવી હોય તો પણ મારી પાસે નૈયો પૈસો પણ નથી હોસ્પિટલનો અને દવાનો ખર્ચો કેમ કરવો ?"

ડો. રાની આ લાચાર માની સામે ફાટી આંખે જોઈ રહ્યા. આ ઘટનાથી એનું મન બેચેન થઇ ગયું. ગરીબ આદિવાસીઓ માટે કંઇક કરવાનો એણે સંકલ્પ કર્યો. એના પતિ ડો.અભય બંગ તો સેવાભાવી અને ગાંધીવાદી વિચારસરણી વાળા હતા એટલે એનો સાથ મળ્યો. પતિ-પત્ની બંનેએ મહારાષ્ટ્રના ગઢચિરોલી નામના 50000ની વસ્તીવાળા નાના શહેરને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને આજુબાજુના ગરીબ આદિવાસીઓની આરોગ્ય સેવાનો યજ્ઞ શરુ કર્યો. કોઈ જાતની ફી લીધા વગર વિદેશમાં ભણેલા ગોલ્ડમેડાલીસ્ટ પતિ પત્ની ગરીબ આદિવાસીઓની સારવાર કરવાનું કામ કરી રહ્યા છે.

આપણે સાલું બીજા માટે ખિસ્સામાંથી એક ફદીયુ કાઢી શકતા નથી અને આ દંપતીએ બીજાઓને પોતાનું આખું જીવન આપી દીધું.

ડો.અભય બંગ અને ડો.રાની બંગને લાખ લાખ વંદન.


Source : Shailesh Sagpariya

Comments

Popular posts from this blog

રવિન્દર કૌશિક આપની બહાદૂરી, હિંમત, દેશભક્તિ અને સમર્પણને સો સો સલામ.

Date : 25 Aug,2017 રાજસ્થાનના શ્રીગંગાનગરમાં જન્મેલા રવિન્દર કૌશિક રંગમંચના અદભૂત કલાકાર હતા. નાટકમાં એમને અપાયેલા પાત્રને એ રંગમંચ પર જીવંત કરતા. એકવખત લખનૌમાં રાષ્ટ્રિય કક્ષાના નાટયોત્સવનું આયોજન થયું હતું. રવિન્દર પણ પોતાની કલા બતાવવા આ ઉત્સવમાં આવેલા. RAW - Reserch and Analysis Wing (ભારત સરકારની ગુપ્તચર સંસ્થા)ના અધિકારીઓ આવેલા એમને રવિન્દરનો અભિનય ખૂબ ગમ્યો. RAW ના અધિકારીઓએ રવિન્દરનો સંપર્ક કરીને જોબ ઓફર કરી જેમાં રવિન્દરને અન્ડર કવર એજન્ટ તરીકે પાકિસ્તાનમાં રહીને ત્યાંની માહિતી ભારતને પહ ોંચાડવાની હતી. આ કોઈ મોજમજા વાળી નહિ પણ દેશ માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવાની નોકરી હતી. રવિન્દરે દેશસેવાની આ તક ઝડપી લીધી. RAW દ્વારા રવિન્દરને 2 વર્ષ સુધી ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી. દિલ્હીમાં રહીને એ ઉર્દુ શીખ્યા અને મુસ્લિમ ધર્મનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો કારણકે પાકિસ્તાનમાં રહેવાનું હતું. 1975માં માત્ર 23 વર્ષની ઉંમરે 'નબી અહેમદ શાકીર' નામ ધારણ કરીને પાકિસ્તાનમાં આવી ગયા. કરાંચી યુનિવર્સીટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કરીને પાકિસ્તાન આર્મીમાં ...

ફૌઝાસિંહ ની જીવન કથા

પંજાબના જાલંધરમાં જન્મેલા ફૌઝાસિંહના પગ જન્મથી જ નબળા અને સાવ પાતળા હતા. 5 વર્ષની ઉંમર સુધી તો એ ચાલી જ નહોતા શક્યા. માતા-પિતાને ચિંતા હતી કે આ છોકરો કાયમ માટે અપંગ રહી જશે. ફૌઝાસિંહ જ્યારથી સમજતા થયા ત્યારથી એણે એક સંકલ્પ કરેલો કે મારે મારા પગ ઉપર માત્ર ઉભા જ નથી થવુ, દોડવું પણ છે. મજબુત મનોબળના સહારે ફૌઝાસિંહ ધીમે ધીમે ચાલતા થયા. થોડું ચાલે તો પણ થાક લાગે. બીજા લોકો એમને વધુ ન ચાલવાની સલાહ આપે  પણ ફૌઝાસિંહને એક જ લગન હતી કે મારે માત્ર ચાલવુ નથી દોડવું છે. ધીમે ધીમે એણે દોડવાનું પણ ચાલુ કર્યુ. લગભગ 36 વર્ષની ઉંમર સુધી એ પોતાના શોખ માટે થોડું દોડતા પણ પછી બધુ મુકી દીધુ. 1992માં ફૌઝા સિંહના પત્નિનું અવસાન થયુ. ત્યારે એમની ઉમર 81 વર્ષની હતી. પત્નિની વિદાયનું દુ:ખ હળવું હરવા મનને બીજી કોઇ દીશામાં વાળવાના હેતુથી એણે પાછું દોડવાનું ચાલુ કર્યુ. લોકોએ કદાચ એના આ વિચારને પાગલપન સમજ્યુ હશે પણ બીજા કોઇની વાત સાંભળવાને બદલે ફૌઝાસિંહે અંતરનો અવાજ સાંભળ્યો અને 81 વર્ષે ફરીથી દોડવાનું શરુ કર્યુ. લગભગ 12 વર્ષ આ રીતે નિયમિત દોડવાની પ્રેકટીસ કર્યા પછી 93 વર્ષની ઉંમરે એણે મેરેથોનમાં ભાગ લેવાન...

બધા માતા-પિતાને બીજાના દીકરા-દીકરી જ ગમે છે, પોતાના કોઈને ગમતા નથી

રાજકોટમાં એક ભાઈના ઘરે બેસીને અમે 4-5 જણા આજના માં-બાપની જવાબદારીઓ વિષે વાતો કરતા હતા. જેના ઘરે બેસીને વાતો કરતા હતા એમનો 13 વર્ષનો દીકરો દૂર બેઠો બેઠો વાતો સાંભળી રહ્યો હતો. થોડીવાર પછી એ ઉભો થઈને અમારી પાસે આવ્યો. મને કહે "સર, તમે બધા ક્યારના માતા-પિતાની જવાબદારીઓ વિષે વાતો કરો છો એ હું સાંભળતો હતો. સર, માતા-પિતા એક સરખા નથી હોતા, ઘરે ઘરે જુદા જુદા સ્વભાવના માતા-પિતા હોય છે. પણ એક બાબત એવી છે જેમાં બધા જ માતા-પિતા વચ્ચે સરખાપણું જોવા મળે છે." મને થયું આવો નાનો છોકરો વળી મા તા-પિતામાં શું સરખાપણું જોઈ ગયો ? મેં પૂછ્યું,"બોલને બેટા, એવી કઈ બાબત છે જેમાં તને બધા માં-બાપ સરખા લાગે છે ?" 13 વર્ષના એ છોકરાએ કહ્યું,"સાહેબ, બધા માતા-પિતાને બીજાના દીકરા-દીકરી જ ગમે છે, પોતાના કોઈને ગમતા નથી" નાના બાળકે આ એક જ વાક્યમાં માતા-પિતા દ્વારા બાળઉછેરમાં થતી બહુ મોટી ભૂલ સમજાવી દીધી. આપણને મોટાભાગના માં-બાપને બીજાના સંતાનો જ ગમે છે. 'મારો દીકરો પેલા જેવો હોત તો કેવું સારું હતું !', 'મારી દીકરી પેલી છોકરી જેવી હોત તો મારો વટ પડી જાત!' આપણને જ્યાર...