Skip to main content

Posts

મારી લાડકી દિકરી

ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર ( આ કાલ્પનિક પત્ર છે પણ સમજવાનો પ્રયાસ કરશો તો આ એક સામાન્ય લાગતો કાગળ ઘણું ઘણું કહી જાય છે.) મારી લાડકી દિકરી...... બેટા, તને ભણવા માટે શહેરમાં મુકી પણ તારી ગેરહાજરીથી આખુ ઘર મને ખાલી-ખાલી લાગે છે. આ ખાલીપો મને મંજૂર છે કારણકે મારી લાડકડીને મારે ઉંચા પદ પર જોવી છે. તારી બાએ જે તકલીફો સહન કરી છે એ તારે ના કરવી પડે એટલે તને ભણવા માટે શહેરમાં મુકી છે. બેટા, જાત-જાતની વાતો સાંભળીને અને છાપાઓમાં વાંચીને કેટલાય દિવસથી અંતર વલોવાતું હતું એટલે આજે તને કાગળ લખવા બેઠો છું. મારી ઇચ્છા હતી હે હું તને ગર્લ્સ હોસ્ટેલમાં જ રાખુ જેથી તું સમુહજીવનના પાઠ ભણી શકે. સાચુ કહુ તો તારી બાની હોસ્ટેલમાં દાખલ કરવાની ઇચ્છા અને આગ્રહ બન્ને હતા કારણકે એક મા તરીકે એને તારી કેટલીક ચિંતાઓ હતી. આમ છતા તારી ઇચ્છા મુજબ મેં તને હોસ્ટેલમાં રહેવાના બદલે રુમ રાખીને રહેવા માટેની છુટ આપી કારણકે મને મારી લાડકી દિકરી પર પુરો વિશ્વાસ છે. બેટા, છાપામાં એક સમાચાર વાંચ્યા કે ગામડામાંથી શહેરમાં આવતા છોકરા-છોકરીઓ ભણવાના બદલે બાગ-બગીચામાં રખડ્યા કરે છે.
Recent posts

નરેશ પટેલ એટલે સાદગી, સંવેદના, સમર્પણ, સ્થિરતા અને શાલિનતાનો સરવાળો

નરેશભાઇને મેં જ્યારે જ્યારે જોયા છે ત્યારે મોટાભાગે એક જ પહેરવેશમાં જોયા છે, સફેદ ટીશર્ટ અને બ્લેક પેન્ટ. કપડામાં જેટલી સાદગી જીવનમાં પણ એટલી જ સાદગી. તમે એની કંપનીની ઓફિસ પર જાવ કે ખોડલધામની ઓફિસ પર જાવ બધે જ તમને સાદગી અને સ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળે. બીજાને આંજી દેવાની બિલકુલ દરકાર નહિ. કેટલાક લોકો નરેશભાઈને કટ્ટર જ્ઞાતિવાદી માણસ સમજે છે. જે સમાજના આગેવાન હોય એ સમાજ માટે કામ કરે એ તો સ્વાભાવિક છે પણ બહુ  ઓછાને ખબર હશે કે આ માણસ ખુબ સંવેદનશીલ છે. પટેલ દાતાઓના જ ખર્ચે તૈયાર થયેલા સરદાર ભવનમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે ચાલતા કોચિંગ કલાસમાં બધી જ જ્ઞાતિના દીકરા દીકરીને પ્રવેશ આપવાની વિશાળતા આ માણસ ધરાવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી કરોડો રૂપિયા ખર્ચીને 'સદજ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ'ના નામથી આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડે છે. ડો.ભગવતી સાહેબ જેવા નામાંકિત ડોકટરોની સેવા એને સાવ સામાન્ય લોકોને અપાવી છે. નરેશભાઇનું સમર્પણ પણ અદભૂત છે. પોતપોતાના સમાજ માટે તો ઘણા લોકો કામ કરતા હશે પણ આ માણસની કાર્યપદ્ધતિ સાવ જુદી છે. આટલા વર્ષોથી ખોડલધામ માટે કામ કરે છે અને આટલી દોડાદોડી કરે

ફૌઝાસિંહ ની જીવન કથા

પંજાબના જાલંધરમાં જન્મેલા ફૌઝાસિંહના પગ જન્મથી જ નબળા અને સાવ પાતળા હતા. 5 વર્ષની ઉંમર સુધી તો એ ચાલી જ નહોતા શક્યા. માતા-પિતાને ચિંતા હતી કે આ છોકરો કાયમ માટે અપંગ રહી જશે. ફૌઝાસિંહ જ્યારથી સમજતા થયા ત્યારથી એણે એક સંકલ્પ કરેલો કે મારે મારા પગ ઉપર માત્ર ઉભા જ નથી થવુ, દોડવું પણ છે. મજબુત મનોબળના સહારે ફૌઝાસિંહ ધીમે ધીમે ચાલતા થયા. થોડું ચાલે તો પણ થાક લાગે. બીજા લોકો એમને વધુ ન ચાલવાની સલાહ આપે  પણ ફૌઝાસિંહને એક જ લગન હતી કે મારે માત્ર ચાલવુ નથી દોડવું છે. ધીમે ધીમે એણે દોડવાનું પણ ચાલુ કર્યુ. લગભગ 36 વર્ષની ઉંમર સુધી એ પોતાના શોખ માટે થોડું દોડતા પણ પછી બધુ મુકી દીધુ. 1992માં ફૌઝા સિંહના પત્નિનું અવસાન થયુ. ત્યારે એમની ઉમર 81 વર્ષની હતી. પત્નિની વિદાયનું દુ:ખ હળવું હરવા મનને બીજી કોઇ દીશામાં વાળવાના હેતુથી એણે પાછું દોડવાનું ચાલુ કર્યુ. લોકોએ કદાચ એના આ વિચારને પાગલપન સમજ્યુ હશે પણ બીજા કોઇની વાત સાંભળવાને બદલે ફૌઝાસિંહે અંતરનો અવાજ સાંભળ્યો અને 81 વર્ષે ફરીથી દોડવાનું શરુ કર્યુ. લગભગ 12 વર્ષ આ રીતે નિયમિત દોડવાની પ્રેકટીસ કર્યા પછી 93 વર્ષની ઉંમરે એણે મેરેથોનમાં ભાગ લેવાનું ન

બધા માતા-પિતાને બીજાના દીકરા-દીકરી જ ગમે છે, પોતાના કોઈને ગમતા નથી

રાજકોટમાં એક ભાઈના ઘરે બેસીને અમે 4-5 જણા આજના માં-બાપની જવાબદારીઓ વિષે વાતો કરતા હતા. જેના ઘરે બેસીને વાતો કરતા હતા એમનો 13 વર્ષનો દીકરો દૂર બેઠો બેઠો વાતો સાંભળી રહ્યો હતો. થોડીવાર પછી એ ઉભો થઈને અમારી પાસે આવ્યો. મને કહે "સર, તમે બધા ક્યારના માતા-પિતાની જવાબદારીઓ વિષે વાતો કરો છો એ હું સાંભળતો હતો. સર, માતા-પિતા એક સરખા નથી હોતા, ઘરે ઘરે જુદા જુદા સ્વભાવના માતા-પિતા હોય છે. પણ એક બાબત એવી છે જેમાં બધા જ માતા-પિતા વચ્ચે સરખાપણું જોવા મળે છે." મને થયું આવો નાનો છોકરો વળી મા તા-પિતામાં શું સરખાપણું જોઈ ગયો ? મેં પૂછ્યું,"બોલને બેટા, એવી કઈ બાબત છે જેમાં તને બધા માં-બાપ સરખા લાગે છે ?" 13 વર્ષના એ છોકરાએ કહ્યું,"સાહેબ, બધા માતા-પિતાને બીજાના દીકરા-દીકરી જ ગમે છે, પોતાના કોઈને ગમતા નથી" નાના બાળકે આ એક જ વાક્યમાં માતા-પિતા દ્વારા બાળઉછેરમાં થતી બહુ મોટી ભૂલ સમજાવી દીધી. આપણને મોટાભાગના માં-બાપને બીજાના સંતાનો જ ગમે છે. 'મારો દીકરો પેલા જેવો હોત તો કેવું સારું હતું !', 'મારી દીકરી પેલી છોકરી જેવી હોત તો મારો વટ પડી જાત!' આપણને જ્યાર

કલામ સાહેબને એમની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે હૃદયપૂર્વક વંદન

કલામ તમને સો સો સલામ કલામ સાહેબે આ ધરતી પરથી વિદાય લીધી એને આજે 2 વર્ષ થઇ ગયા. નોખી માટીના આ અનોખા માણસની થોડી વાતો આપની સાથે શેર કરુ છું. ડો.કલામ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બન્યા તે વખતે એમણે અમૂલ ડેરીના સ્થાપક ડો.વર્ગિસ કુરિયનને મળવા માટે બોલાવેલા. ડો. કલામે ડો.કુરિયન પાસે પોતાની મનોભાવના વ્યક્ત કરતા કહેલું, "હું હવે ભારતનો રાષ્ટ્રપતિ બની ગયો છું. હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ભારત સરકાર મારી બધી સંભાળ રાખશે. ભારત સરકાર મારું ધ્યાન રાખવાની છે તો પછી મારી પોતાની મિલકત અને બ ચતની મારે હવે કોઈ જરૂર નથી. મારી બધી મિલકત અને બચત મારે લોકોના ભલા માટે વાપરવી છે." ડો.કુરિયન ડો.કલામની હ્દયભાવનાને મનોમન વંદી રહ્યા હતા. ડો.કલામે ખાલી વાતો કરી એટલું જ નહિ હકીકતમાં પોતાની બધી જ સંપત્તિ અને બચત ગ્રામ્ય લોકોને શહેરના લોકો જેવી સુવિધા પૂરી પાડવાના હેતુથી દાનમાં આપી દીધી હતી. ડો. કલામ જ્યારે DRDO ( ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ) માં કામ કરતા હતા ત્યારે સલામતી માટે સંસ્થાની દીવાલ પર કાચ લગાવવાની દરખાસ્ત મુકવામાં આવી જેથી કોઈ દીવાલ કૂદીને પ્રવેશી ના શકે. ડો.કલ

ડો.અભય બંગ અને ડો.રાની બંગ એ બીજાઓને પોતાનું આખું જીવન આપી દીધું.

નાગપુરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાની અને અભય નામના બે સહઅભ્યાસીઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. ભણવામાં બંને ખૂબ હોશિયાર. અભયને ત્રણ અને રાનીને એક ગોલ્ડમેડલ મળ્યો હતો જે તેઓની તેજસ્વિતાનો વિશેષ પરિચય કરાવે છે. આગળનો અભ્યાસ કરવા માટે બંને અમેરિકા ગયા અને અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સીટીમાંથી માસ્ટર ડિગ્રી લીધી. અમેરિકામાં અભ્યાસ કર્યા પછી પતિ-પત્ની બંનેએ ભારતમાં જ એમની પ્રેક્ટિસ શરુ કરી. એકવાર ડો . રાની પાસે એક સ્ત્રી એની બીમાર બાળકીને લઈને આવી. નવજાત બાળકીને તપાસીને ડો. રાનીએ એને બાળકોની હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી. પેલી સ્ત્રી એની દીકરીને લઇને જતી રહી. બે દિવસ બાદ એ સ્ત્રી ફરીથી બાળકીને લઈને ડો. રાની પાસે આવી. ન્યુમોનિયાને કારણે બાળકીને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી. બાળકીનું ત્યાં જ અવસાન થયું. ડો. રાની પેલી સ્ત્રી પર રીતસરના તાડૂક્યા "તારામાં કંઈ અક્કલ જેવું છે કે નહિ ? બે દિવસ પહેલા જ મેં તને કહ્યું હતું કે આ છોકરીને હોસ્પિટલમાં દાખલ કર. તારી બેદરકારીને કારણે તારી દીકરીએ જીવ ગુમાવ્યો." પેલી સ્ત્રીએ રડતા રડતા કહ્યું , "ડોકટર સાહેબ હું આને હોસ્પિટલ કેવી ર

હૈયાના હેત ના ભૂલાય સ્વામી તારા હૈયાના હેત ના ભૂલાય

પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ ભારતમાં હોય ત્યારે દિવાળીનો ઉત્સવ ગોંડલ ખાતે જ ઉજવે. સ્વામીબાપા શરદપૂનમ પહેલા આવી જાય અને લાભપાંચમ કરીને ગોંડલથી વિદાય લે. સ્વામીબાપા લગભગ 20 થી 25 દિવસ અને ક્યારેક આખો મહિનો નાનકડા એવા ગોંડલમાં રોકાતા અને અદભૂત લાભ આપતા. હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી સમજુ છું કારણકે સ્વામીબાપા જેટલા દિવસ ગોંડલમાં રોકાય એટલા દિવસ સ્ટેજ સંચાલનની અને એનાઉન્સર તરીકેની સેવાનો લાભ મને મળતો.  બાપાના ગોંડલ ખાતેના રોકાણ દરમ્યાન અમે જાત જાતના સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હતા. એકવખત દેશની પ્રવર્તમાન પરિસ્થિતિનું વર્ણન કરતુ એક સુંદર નાટક તૈયાર કર્યું હતું. નાટકનું લેખન મિત્ર જય વસાવડા અને મેં અમે બંનેએ સાથે કરેલું. સ્વાભાવિક છે કે લેખક તરીકે બહુ ઈચ્છા હોય કે બાપા આરંભથી છેક અંત સુધી અમારું નાટક જોવે. દિવાળીના દિવસો હોય, દેશ વિદેશમાંથી હજારો હરિભક્તો ગોંડલ આવ્યા હોય, મહાનુભાવો પણ બહુ મોટી સંખ્યામાં બાપાના દર્શન માટે આવતા હોય એમાં આખું નાટક જોવાનો સમય બાપા કેવી રીતે કાઢી શકે ? પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજનું ધ્યાન રાખનારા એના સેવકસંતોએ સૂચના આપેલી કે તમે સાંજે સમયસર જ તમારો કાર્યક્રમ શરુ ક